તાઉતે વાવાઝોડાની અસર બાદ ભાવનગર શહેર તથા જિલ્લામાં 2 થી 9 ઇંચ જેટલો વરસાદ પડી ગયા બાદ એક માસ બાદ જિલ્લામાં ચોમાસાના આગમનનો પ્રથમ ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેમાં ગારિયાધારમાં સવા ચાર ઈંચ અને ભાવનગરમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસી ગયો હતો.જ્યારે ઉમરાળામાં સવાર બે ઈંચ,વલભીપુરમાં બે ઈંચ,પાલિતાણામાં દોઢ ઈંચ અને સિહોરમાં સવા ઈંચ વરસાદ વરસી ગયો હતો.આમ ભાવનગર શહેરમાં બે ઇંચ વરસાદથી શહેરમાં ઠેરઠેર દોઢથી બે ફૂટ પાણીના ખાબોચીયા ભરાઇ જતા રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.આ સિવાય શહેરમાં સર્કલો પર પાણી ભરાઇ જતાં ટ્રાફિકજામ થઇ ગયો હતો.
આમ ભાવનગર શહેર તથા જિલ્લામાં વરસાદ વરસતા બોર તળાવના કેચમેન્ટ વિસ્તારમાં સારો વરસાદ વરસી ગયો હતો.જેથી ભીકડા કેનાલમાં પાણી દોડતું થયું હતું.આમ બોરતળાવની વર્તમાન સમયમાં સપાટી 37 ફુટ છે.જ્યારે ખોડીયાર તળાવમાં વરસાદને કારણે સપાટીમાં 6 ઇંચનો વધારો નોંધાયો છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved