લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / બાંગ્લાદેશે ન્યુઝીલેન્ડની ભૂમિ પર સૌપ્રથમ વિજય મેળવી ઈતિહાસ રચી દીધો

બાંગ્લાદેશે વર્લ્ડ ચેમ્પિયન ન્યુઝીલેન્ડને તેના ઘરઆંગણે પ્રથમ ટેસ્ટમાં હરાવવાની સિદ્ધિ મેળવતા અપસેટ સર્જ્યો હતો. બાંગ્લાદેશનો ન્યુઝીલેન્ડની ભૂમિ પરનો કોઈપણ ફોર્મેટની દ્વિપક્ષિય મેચમાં સૌપ્રથમ વિજય મેળવ્યો હતો. આ અગાઉ તેઓ ન્યુઝીલેન્ડની ભૂમિ પર 32 મેચ રમ્યા હતા જે તમામ મેચ હાર્યા હતા. આમ ન્યુઝીલેન્ડના 328ના સ્કોર સામે બાંગ્લાદેશે પ્રથમ ઈનિંગમાં 458 રન નોંધાવતા 130 રનની સરસાઈ મેળવી હતી. જે પછી ન્યુઝીલેન્ડ બીજી ઈનિંગમાં 169 રનમાં ખખડી ગયું હતુ. આમ જીતવા માટેના 40 રનના ટાર્ગેટને બાંગ્લાદેશે 2 વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.આમ બાંગ્લાદેશે ટેસ્ટના વર્લ્ડ ચેમ્પિયન ન્યુઝીલેન્ડને તેની ભૂમિ પરની ટેસ્ટમાં હરાવતા નવો ઈતિહાસ રચ્યો હતો.