ભારત સહિત વિશ્વમાં કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં સોમવારથી એક સપ્તાહનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.જેમાં માર્ચ માસમા કોરોનાના કેસ અને મૃત્યુની સંખ્યા વધતા વાહનવ્યવહાર મંત્રી ઓબીદુલ કવાદરે જણાવ્યું હતું કે કોરોનાના સંક્રમણને આગળ વધતું અટકાવવા માટે લોકડાઉન જરૂરી બની ગયુ હતું.જોકે લોકડાઉનમાં ફકત તમામ સરકારી અને ખાનગી કચેરીઓ જ બંધ રહેશે,જ્યારે ઉદ્યોગો અને ફેકટરીઓ સહિતના ઉત્પાદન અને પ્રોસેસીંગ પેકીંગ ઉદ્યોગો ચાલુ રહેશે.જેથી કામદારોને તેમના વતન પરત જવાની ફરજ ન પડે.આ ઉપરાંત તમામ ઈમરજન્સી સેવાઓ પણ ચાલુ રહેશે.આમ બાંગ્લાદેશ સરકારે 18 મુદાનુ લોકડાઉન નિયંત્રણ જાહેર કર્યુ છે.જેમાં તમામ પ્રકારના સમારોહ પર નિયંત્રણો મુકવામાં આવ્યા છે.બસ તથા ટ્રેન સહિતના જાહેર ટ્રાન્સપોર્ટમાં ક્ષમતાના 50% લોકો જ પ્રવાસ કરી શકશે.બાંગ્લાદેશમાં કોરોનાથી મૃત્યુઆંક વધી રહ્યો છે.જેમાં શુક્રવારે વધુ 50 મૃત્યુ નોધાતા કુલ 9155 લોકોના મૃત્યુ થયા હતા.આમ બાંગ્લાદેશમાં અત્યારસુધીમાં કુલ 6.24 લાખ લોકો સંક્રમીત થઈ ચૂકયા છે.જ્યારે શુક્રવારે વધુ 6830 નવા પોઝીટીવ કેસ નોંધાયા હતા.
International ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved