આઝાદી કા અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક દાંડીકૂચના દ્રશ્યો જીવંત બનાવી યાત્રામાં પ્રસ્થાન કરાવતા સમયે એક રાષ્ટ્રીય સંદેશ આપ્યો હતો.
દેશની એક નવી પેઢીને સ્વતંત્રતા સંગ્રામની યાદ અપાવીને નવા ભારત સાથે જોડવા અને દેશને વિશ્વગુરૂની કક્ષામાં પુન:સ્થાપિત કરવાની મહેચ્છાને ઉજાગર કરતું આ પર્વ ભવ્ય બની રહ્યું છે.આમ વડાપ્રધાન મહોત્સવનો પ્રારંભ કરાવવા અમદાવાદ આવી પહોંચ્યા હતા અને સાબરમતી આશ્રમ અને મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલી કરીને તથા ગાંધી કુટીરમાં થોડો સમય વિતાવી મહાત્માને શ્રદ્ધાંજલી આપી હતી.આ યાત્રા 386 કીમીનું અંતર કાપીને સમાપન સ્થળ પર તા.5 એપ્રીલે પહોંચશે ત્યાં તા.6 એપ્રિલના સમારોહમાં રાષ્ટ્રપતિ યાત્રાનું સમાપન કરાવશે.સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી,ધારાસભ્યો,સાંસદો જોડાયા છે.તેમજ દાંડીયાત્રાના મહત્વથી દેશના નાગરિકોને પરિચિત કરવા માટે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને જોડવામાં આવ્યા છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved