ઓલિમ્પિક્સમાં રમવા જનારી મેરીકોમ અને ભૂતપૂર્વ વિશ્વ યુથ ચેમ્પિયન સાક્ષી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારી ત્રણ મહિલા બોક્સરોમાંની એક છે.જેમાં તેમણે સેમીફાઇનલમાં વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.આમ 6 વખતની ચેમ્પિયન મેરીકોમે તેની મોંગોલિયન હરીફ લુત્સૈખાન ઓલ્ટનસેટબેગને 4-1થી હરાવી હતી.જેમાં બે વખતની યુથ વિશ્વ ચેમ્પિયન સાક્ષીએ ટોચની કઝાખ દીના ઝોલમેનને 3-2થી હરાવી હતી.આ સિવાય 64 કિલોગ્રામ કેટેગરીમાં પહેલી વખત રમવા ઉતરેલી નાગાલેન્ડની બોક્સર લાલબુતા સૈહીએ કુવૈતની નોઉરા અલ્મુતૈરી સામે આક્રમક પ્રહારો કર્યા અને તેણે બીજા રાઉન્ડમાં મેચ છોડી દેવાનું મુનાસિબ માન્યું.ત્યારે હવે તેનો સામનો કઝાખસ્તાનની મિલાના સફ્રોનોવા સામે થશે.
આ ઉપરાંત ટોક્યો જનારી 69 કિલોગ્રામમાં લવલિના બોર્ગોઇન,60 કિલોગ્રામમાં સિમરનજિત કૌર અને 48 કિલોગ્રામમાં મોનિકા જ્યારે 57 કિલોગ્રામમાં જયસ્મીનને બ્રોન્ઝમેડલ મળ્યો હતો.આમ મોનિકાને કઝાખસ્તાનની અલુઆ બાલ્કિબેકોવાએ 0-5થી હરાવી હતી. જ્યારે જયસ્મીનને કઝાખસ્તાનની વ્લાડીસ્લાવા કુખ્તાએ હરાવી હતી.જ્યારે સિમરનજીત કઝાખની રિમા વોલોસેન્કો સામે હારી ગઈ હતી.જ્યારે લવલિનાને ઉઝબેકિસ્તાનની નવભાકોર ખામિદોવાએ હરાવી હતી.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved