લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / અરૂણાચલ પ્રદેશમાં હિમસ્ખલનમાં સેનાના જવાનો ફસાયાં

અરૂણાચલ પ્રદેશના સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન સેનાના સાત જવાનો હિમસ્ખલનમાં ફસાઇને લાપતા થઇ ગયા છે.ત્યારે તેમણે શોધવા અને બચાવવા માટે વિશેષ ટીમો બોલાવવામાં આવી છે.ત્યારે સેનાએ જણાવ્યું હતું કે આ ઘટના રાજ્યના કામેંગ સેક્ટરમાં ઉંચાઇવાળા વિસ્તારમાં બની હતી.જેમાં જવાનો સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતા.ત્યારે અચાનક હિમસ્ખલન થતાં તેઓ ફસાઇ ગયા હતાં.આમ આ ઘટનાની જાણ થતા જ સેનાએ શોધખોળ અને બચાવ અભિયાન શરૂ કરી દીધું છે.જવાનોને શોધવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.બચાવ માટે વિશેષ પ્રકારની ટીમોને બહારથી બોલાવવામાં આવી છે.સેનાના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારમાં હવામાન ખૂબ જ ખરાબ છે.ભારે હિમપ્રપાત થઇ રહ્યો છે.ભારતીય સેનાની પૂર્વ કમાન આ ક્ષેત્રમાં 1346 કિમી લાંબી એલએસીની સુરક્ષા કરે છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી બે દિવસ ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ અને બરફવર્ષા ચાલુ રહેશે.