લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અનુષ્કા શર્માએ મુંબઇના નાગરિકોને માસ્ક પહેરવા માટે અપીલ કરી

અનુષ્કા શર્મા વર્તમાનમાં પતિ વિરાટ અને પુત્રી વામિકા સાથે લંડન છે. પરંતુ ત્યાંથી અનુષ્કા શર્માએ મુંબઇ પોલીસના ગ્રાફને અનુસરીને લોકોને અપીલ કરી છે કે માસ્ક પહેરશો,અન્યો માટે પણ વિચારશો. તેમજ આ સાથે તેણે હાથ જોડતી ઈમોજી પણ મુકી છે. અનુષ્કા ઉપરાંત અનિલ કપૂર, કિયારા અડવાણી અને કરિશ્મા કપૂરે મુંબઇમાં કોરોનાના વધતા જતા દર્દીઓની સંખ્યા જાણીને લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી છે. આ સિવાય 29 ઓગસ્ટના રોજ મુંબઇ પોલીસે લગભગ 920 જેટલા લોકોની ધરપકડ કરી હતી જેમણે માસ્ક પહેર્યા નહોતા.