લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બોલીવુડ અભિનેતા સોનુ સૂદ આંધ્રપ્રદેશના કર્નુલ અને નેલ્લોરમાં ઓક્સિજન પ્લાંટ લગાવશે

કોરોના વાયરસની મહામારીમાં અભિનેતા સોનુ સૂટ સામાન્ય લોકો માટે દેવદૂત બનીને આવ્યા છે.ત્યારે તેઓ પહેલાં લોકડાઉનમાં મજૂરોને તેમના ઘરે પહોંચાડવાનું કાર્ય કર્યા બાદ હવે તેઓ ભારતના કેટલાક રાજ્યોની હોસ્પિટલો નજીક ઓક્સિજન પ્લાંટ લગાડવાની પહેલ કરી રહ્યા છે.ત્યારે તેઓ ઓક્સિજન પ્લાંટનો પહેલો સેટ આગામી જૂન મહિનામાં આંધ્રપ્રદેશના કર્નુલની સરકારી હોસ્પિટલ અને જિલ્લા હોસ્પિટલ આત્માકુટ નેલ્લોરમાં સ્થાપિત કરાશે.ત્યારબાદ અન્ય રાજ્યોમાં પણ આવશ્યકતા પ્રમાણે પ્લાંટ લગાડાશે.