લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા કન્ટેન્મેન્ટ ઝોન શરૂ કરાયા

સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ માથું ઊંચકી રહ્યું છે. ત્યારે સરકાર અને આરોગ્ય વિભાગે હરકતમાં આવી બેઠકો શરૂ કરી છે.ત્યારે અમરેલી જિલ્લામાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. જેના કારણે ગામડામાં પણ કોરોના કેસ બહાર આવતાં કન્ટેન્મેન્ટ ઝોન ફરી શરૂ થયા છે. જિલ્લામાં અમરેલી શહેરમાં સૌથી વધુ સંક્રમણ વધી રહ્યું છે. આ સાથે જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેકટર રૂબરૂ અમરેલી તાલુકાના જાળીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા અને હાજર રહેલા કર્મીઓ સાથે ચર્ચા કરી હતી.આ ઉપરાંત શહેરના પટેલ સંકુલ વિસ્તારના સુખનાથપરા વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાં રૂબરૂ પહોંચ્યા હતા. લોકો અવર જવર ન કરે તેની તકેદારી રાખવા સૂચના આપી હતી. આ સિવાય તેમણે શહેરના બહારપરા અને બીનાકા ચોક વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટરની પણ રૂબરૂ મુલાકાત કરી હતી.