લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમરેલીમા રોડ,રસ્તા અને સફાઈના અભાવે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા

અમરેલીમાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે.જેમા શહેરના વોર્ડ નં 9 અને 10ના રહીશો સાફસફાઈ સહિતની પ્રાથમિક સુવિધાના અભાવથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે,જે લોકોને પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા સ્થાનિકોએ રોષ વ્યકત કર્યો છે,જ્યા ગટરના ઢાંકણા ખુલ્લા જોવા મળી રહ્યા છે અને રોડ રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે.આમ એકતરફ નગરપાલિકા સ્વચ્છતા અભિયાનના ગાણા ગાઈ રહી છે,જ્યારે બીજીતરફ લોકો પ્રાથમિક સુવિધાને પગલે પરેશાની ભોગવી રહ્યા છે,ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી સફાઈ અનિયમિત થવાના કારણે શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા છે.આમ આ બાબતે અવારનવાર નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી હોવાછતાં કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી.ત્યારે આગામી સમયમાં ચોમાસુ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે તેના પગલે રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે ગંદકીના કારણે દુર્ગંધ આવી રહી છે.ત્યારે આગામી દિવસોમાં આ બાબતે યોગ્ય નિરાકરણ નહીં આવે તો મહિલાઓ સહિત રહિશો નગરપાલિકામાં મોટી સંખ્યામા જવાની તૈયારીઓ કરી રહ્યા છે.