લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / સમગ્ર રાજ્યમાં જિલ્લા-તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રૂ.91 કરોડ મંજૂર કરાયા

નાગરિકોને ઘરઆંગણે ઝડપી ન્યાય મળી રહે તે માટે ન્યાયતંત્રને વધુ સુદ્રઢ બનાવવા માટે મકકમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યુ છે.જેના ભાગરૂપે રાજયભરમાં જિલ્લા-તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રૂ.91 કરોડની વહીવટી મંજૂરી રાજય સરકાર દ્વારા આપવામાં આવી છે.જે બાબતે કાયદામંત્રી ત્રિવેદીએ ઉમેર્યુ હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ભવિષ્યમાં અત્યાધુનિક અને દરેક સુવિધાથી સજ્જ જિલ્લા કોર્ટ,તાલુકા કોર્ટ અને ફેમીલી કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ પામે તથા ન્યાયિક અધિકારીઓના રહેણાંકો માટે ક્વાર્ટર બની રહે તેવા ઉમદા હેતુસર રાજ્ય સરકાર દ્વારા ખૂબ ટૂંકાગાળામાં રૂ.91 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.જેમાં રાજ્ય સરકારે કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટેની જરૂરિયાતોને અગ્રીમતા આપી છે.જેના ભાગરૂપે હિમતનગર ખાતે જિલ્લાકક્ષાના ન્યાયાલયના નવા કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટે રૂ.60,33,50,000 અને થરાદ ખાતે નવી તાલુકા કોર્ટ બિલ્ડિંગના બાંધકામ માટે રૂ.12,33,50,000 મળી કુલ રૂ.72,67,00,000ની વહીવટી મંજૂરી આપી છે.આ કોર્ટ બિલ્ડિંગ અત્યઆધુનિક સુવિધાઓથી સજ્જ થતા નાગરિકોની સુવિધાઓમાં વધારો થશે તથા તે જગ્યાએ કાર્યરત કર્મચારી, અધિકારીઓની કાર્યક્ષમતામાં પણ વધારો થશે.રાજ્ય સરકાર દ્વારા ન્યાયતંત્ર સાથે જોડાયેલ ન્યાયાધિશો અને કર્મચારીઓને કામ કરવાની જગ્યા એટલે કે કોર્ટ બિલ્ડિંગને સુવિધાઓથી સજ્જ કર્યા છે.તેની સાથે-સાથે ન્યાયાધિશો તથા સ્ટાફને રહેઠાણની સુવિધા પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા માળખાકીય સુવિધામાં વધારો થાય તેવા આશયથી જ્યૂડીશીયલ ઓફીસરો માટે 10 રહેણાકના મકાનો નિર્માણ કરવામાં આવશે.જેના માટે કુલ રૂ.6.73 કરોડની તથા સ્ટાફ માટેના કુલ 31 રહેણાકના મકાનોના નિર્માણ માટે રૂ.8 કરોડની વહીવટી મંજૂરી આપી છે.