કોરોનાની બીજી લહેરે ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે,દેશની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ઓક્સિજનની તંગી સર્જાઈ રહી છે.ત્યારે દેશના વિવિધ રાજ્યોની હોસ્પિટલોમાં 162 ઓક્સિજન પ્લાન્ટ લગાવવાને મંજૂરી આપવામાં આવી છે.જે પ્લાન્ટના કારણે 154 મેટ્રિક ટન ઓક્સિજનનુ ઉત્પાદન કરી શકાશે અને હોસ્પિટલોને બહારથી ઓક્સિજન સપ્લાય પર નિર્ભર રહેવુ નહી પડે.
આમ કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જે પ્લાન્ટોને મંજૂરી અપાઈ છે તેમાંથી 33 પ્લાન્ટ ઉભા થઈ ચુકયા છે.જેમાના 5 પ્લાન્ટ મધ્યપ્રદેશમાં, 4 પ્લાન્ટ હિમાચલ પ્રદેશમા,ગુજરાત તેમજ ઉત્તરાખંડમા 3-3,બિહાર,કર્ણાટક અને તેલગાણાંમાં 2-2 પ્લાન્ટ લાગી ચુક્યા છે.જ્યારે આંધ્રપ્રદેશ, છત્તીસગઢ,દિલ્હી,હરિયાણા,કેરલ,મહારાષ્ટ્ર,પોંડીચેરી,પંજાબ અને યુ.પીમાં 1-1 પ્લાન્ટ સ્થપાયો છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved