અમદાવાદમાં હવાની ગુણવત્તા ખૂબ ખરાબ નોંધાઈ હતી.આ સાથે શહેરે પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હીનું નંબર-1નું સ્થાન લઈ લીધું હતું.જેમાં અમદાવાદે દેશના 4 શહેરોનું મોનિટરિંગ કરતા સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચના અહેવાલમાં પ્રદૂષિતતાનો રેકોર્ડ તોડીને સૌથી ખરાબ હવાની ગુણવત્તા નોંધાવી હતી.જેમાં સવારના સમયે અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 311 µg/m3 જ્યારે સાંજે 7:00 કલાક આસપાસના સમયે તે વધીને 329 µg/m3 થયો હતો. આમ પ્રદૂષણનુ સ્તર જનસંખ્યા અને સંવેદનશીલ જૂથ માટે ખૂબ જોખમી ગણાય છે.સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચના અહેવાલ મુજબ અમદાવાદ અને તેની આસપાસના 3 વિસ્તારો લેકાવાડા,રાયખડ અને બોપલનો એર ક્વોલિટી ઈન્ડેક્સ દેશમાં સૌથી ઉંચો રહ્યો હતો,જ્યારે તે પછીના ક્રમે મુંબઈના મઝગાંવ અને મલાડ રહ્યા હતા.આ સિવાય વિશ્વનું સૌથી પ્રદૂષિત કેપિટલ શહેર ગણાતું દિલ્હી અમદાવાદ કરતાં ઘણી સારી સ્થિતિમાં હતુ,જ્યાં સવારે હવાની ગુણવત્તા 176 µg/m3 જ્યારે સાંજે 132 µg/m3 નોંધાઈ હતી.આમ સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ દ્વારા આ સમયગાળા દરમિયાન લોકોને સખત પરિશ્રમ કરવાની ના પાડવામાં આવી છે.તે સિવાય હૃદય અને ફેફસાંની સમસ્યાથી પીડાતા લોકો,વૃદ્ધો અને બાળકોએ સખત પરિશ્રમથી બચવું જોઈએ.આ ઉપરાંત શ્વસનને લગતી સમસ્યા ધરાવતા લોકો માટે ચિંતાજનક સ્થિતિ કહી શકાય.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved