લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો માહોલ

સમગ્ર રાજ્ય ઠંડીથી ઠુંઠવાયુ છે જેમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. જેને પગલે શહેરમાં કડકડતી ઠંડી પડી રહી છે. આમ સમગ્ર દિવસ દરમ્યાન વાતાવરણમાં ઠંડી રહેતી હોવાથી લોકોને ગરમ વસ્ત્રો પહેરવા પડી રહ્યા છે. જ્યારે રાત્રીના બજારોમાં ઠેરઠેર લોકો તાપણાનો સહારો લેતા પણ જોવા મળી રહ્યાં છે. ઠંડીના વધતાં પ્રભાવથી રાત્રીના બજારો વહેલા સુમસામ બની જાય છે તેમજ સવારે પણ બજારો મોડા ખુલે છે.ત્યારે ગુજરાતના અમદાવાદ,ડીસા,ગાંધીનગર,કંડલા,નલિયા,પાટણ, પોરબંદર તેમજ રાજકોટમાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી કરતા ઓછુ નોંધાયુ છે.જેમાં નલિયામાં 4.8 ડિગ્રી સાથે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.