માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે લાંબા અંતરની યાત્રી બસ અને સ્કુલ બસોમાં ફાયર એલાર્મ અને સપ્રેસન સીસ્ટમ ફરજીયાત લગાવવાનું જાહેર કર્યું છે.ત્યારે મંત્રાલય તરફથી જાહેર નિવેદન અનુસાર લાંબા અંતર માટેની યાત્રી બસો તેમજ સ્કુલ બસોના ભાગમાં આગથી બચાવની સીસ્ટમ લગાવવી ફરજીયાત રહેશે.આમ અત્યારસુધી વાહનોનાં એન્જીનવાળા ભાગોમાંથી નીકળતી આગની ઓળખ કરી એલાર્મ વાગવાની અને સપ્રેસન સીસ્ટમ જ લાગુ રહી છે.ત્યારે ઈન્ડસ્ટ્રી સ્ટાર્ન્ડડ 135 અનુસાર એન્જીનમાં આગ લાગવાની સ્થિતિમાં આ સીસ્ટમ સતર્ક કરે છે.પરંતુ હવે આ વ્યવસ્થા ટાઈપ-3 બસો અને સ્કુલ બસોમાં અંદર લોકો બેસે તે ભાગમાં પણ ફરજીયાત કરવામાં આવી છે. ટાઈપ-3 બસો લાંબા અંતરને લઈને ડીઝાઈન કરવામાં આવે છે.બસોમાં આગ લાગવાની ઘટનાઓમાં આવા અકસ્માતો સમયે બસમાં બેઠેલા યાત્રીઓ હંમેશા ઉચ્ચ તાપમાન અને ધુમાડાનાં કારણે દુર્ઘટનાનો શિકાર બને છે.પરંતુ યાત્રીઓને બેસવાના ભાગમાં ફાયર એલર્ટની સીસ્ટમ લગાવવામાં આવે તો દુર્ઘટના ઘણી હદ સુધી રોકી શકાય તેમજ ચેતવણી મળ્યા બાદ યાત્રીઓને વાહનમાંથી ઉતારી શકાય તેમ છે.જેમાં જો આદેશનું પાલન ન થયુ હોય તો કાયદેસરની કાર્યવાહી પણ કરી શકાય.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved