ભારતમાં કોરોના વાઇરસના કેસો વધવા લાગ્યા છે. ત્યારે બાળકોને પણ રસી આપવામાં આવી રહી છે. જેમાં વર્તમાનમાં 15 થી 18 વર્ષના લોકોને રસી અપાઇ રહી છે જ્યારે આગામી માર્ચ મહિનાથી 12 થી 14 વર્ષના લોકોને પણ રસી આપવામાં આવશે.આમ માર્ચ મહિના સુધીમાં 15 થી 18 વર્ષનાને રસી આપવાનું કામ પૂર્ણ થઇ જશે,ત્યારબાદ 12 થી 14 વર્ષનાને રસી આપવાનું શરૂ કરાશે. બીજીતરફ ભારતમાં કોરોના વાઇરસના નવા 2.58 લાખ કેસો આવ્યા હતા,જ્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 385 લોકોના કોરોનાને કારણે મોત નિપજ્યાં હતા.જ્યારે બીજીતરફ દેશભરમાં ઓમિક્રોન વેરિઅન્ટના કુલ કેસોની સંખ્યા 8209ને પાર ગઇ છે. જેમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. જ્યારે અત્યારસુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 3109 દર્દીઓને સાજા કરી લેવાયા છે. આમ મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 1738 કેસો નોંધાયા છે. જ્યારે આ વેરિઅન્ટ દેશના 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાઇ ચુક્યો છે. ત્યારે બીજીતરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય હેઠળ આવતા નેશનલ કોવિડ-19 ટાસ્ક ફોર્સે કોરોના સંક્રમિત વૃદ્ધોની સારવાર માટે નવી ગાઇડલાઇન જારી કરી છે.જે ગાઇડલાઇનમાં કોરોના પોઝિટિવ થનારા વૃદ્ધોને ત્રણ કેટેગરીમાં વહેચવામાં આવ્યા છે.જેમાં માઇલ્ડ,મોડરેટ અને ગંભીર રીતે બિમાર એમ ત્રણ ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમનામાં જેવા લક્ષણ તેવી સારવાર આપવાની રહેશે તેમ આ ગાઇડલાઇનમાં જણાવવામાં આવ્યું છે. સારવાર દરમિયાન શું કરવું અને શું ન કરવું તેની જાણકારી આ ત્રણેય કેટેગરી પ્રમાણે આપવામાં આવી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved