દેશમાં વધતી મોંઘવારીમાં આગામી 1 જૂનથી હવાઈયાત્રા મોંઘી થવા જઈ રહી છે.જેમાં સરકારે ડોમેસ્ટિક ફલાઈટના ભાડામાં 13 થી 16 ટકાનો વધારો કર્યો છે.જે આગામી 1 જૂનથી લાગુ કરવામાં આવશે.આમ દેશમાં કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે વિમાની મુસાફરી કરનારા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે.જેનાથી એરલાઈન કંપનીઓની આવકને ફટકો પડયો છે.તેવા સમયે એરલાઈન્સને મદદ કરવા માટે સરકારે ભાડામાં વધારો કરવાની છુટ આપી છે.ત્યારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઘરેલુ વિમાની સેવાઓને 7 કેટેગરીમાં વહેંચી છે.જેના આધારે ભાડુ નક્કી કરવામાં આવ્યુ છે.જેમાં 40 મિનિટ સુધીની મુસાફરી માટે રૂ.2600 થી 7800,40 થી 60 મિનિટ માટે રૂ.3300 થી 7800,60 થી 90 મિનિટ માટે રૂ.4000 થી 11,700,90 થી 120 મિનિટની મુસાફરી માટે રૂ.4700 થી 13,000,120 થી 150 મિનિટની મુસાફરી માટે રૂ.6100 થી 16,900 જ્યારે 180 થી 210 મિનિટની મુસાફરી માટે રૂ.8700 થી 24,200 નક્કી કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved