હવે આગામી 1લી એપ્રિલથી મોબાઈલ પર વાત કરવી તેમજ ઈન્ટરનેટનો ઉપયોગ કરવો મોંઘો થવાનો છે.જેમાં ટેલિકોમ કંપનીઓ આ વર્ષે 1લી એપ્રીલથી દરોમાં વધારો કરવાની તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું છે.આમ કોરોના સંકટ અને ખાસ કરીને લોકડાઉનમાં જ્યાં અન્ય ક્ષેત્રોને મુશ્કેલી વધી છે ત્યારે ટેલિકોમ કંપનીઓની એવરેજ રેવન્યૂ એટલે કે પ્રતિ ગ્રાહક સરેરાશ રેવન્યૂમાં પણ સુધારો થયો છે.જોકે ટેલિકોમ કંપનીઓના વધતા ખર્ચાને જોતા આ પુરતું નથી એવામાં કંપનીઓ મોબાઈલ દરોને વધારીને તેને ભરપાઈ કરવાની તૈયારીમાં હોય તેવું લાગે છે.આમ આ પહેલા ગત વર્ષે પણ કેટલીક ટેલિકોમ કંપનીઓએ પોતાના દરોમાં વધારો કર્યો હતો.
આમ હજુસુધી માત્ર 15 ટેલિકોમ કંપનીઓએ માત્ર 30,254 કરોડ રૂપિયા જ ચુકવ્યા છે.જ્યારે એરટેલ પર લગભગ 25,976 કરોડ રૂપિયા,વોડાફોન અને આઈડિયા પર 50,399 કરોડ રૂપિયા અને ટાટા ટેલિ સર્વિસેઝ પર લગભગ 16,798 કરોડ રૂપિયા બાકી છે.આમ કંપનીઓને 10% રકમ ચાલુ નાણાંકિય વર્ષમાં અને બાકીની રકમ આગળના વર્ષોમાં ચુકવવાની છે.
Business ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved