દેશના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેજા હેઠળની કંપનીએ દુબઈમાં યોજાનારી ટી 20 ક્રિકેટ લીગના ફ્રેન્ચાઈઝી રાઈટ્સ કબ્જે કર્યાં છે. અદાણી ગ્રુપની એક કંપની અદાણી સ્પોર્ટ્સલાઈને યુએઇની ફ્લેગશિપ ટી20 લીગમાં ફ્રેન્ચાઈઝીની માલિકી અને સંચાલનના અધિકારો ખરીદ્યા છે.યુએઇ ટી 20 લીગ એક વાર્ષિક ઇવેન્ટ છે.જેમાં 6 ફ્રેન્ચાઇઝી ટીમો વચ્ચે 34-મેચ રમાશે.જે છ ટીમમાંથી એક માટે અમીરાત ક્રિકેટ બોર્ડ દ્વારા અદાણીને લાઇસન્સ પ્રાપ્ત થયું છે.આ લીગમાં ક્રિકેટ રમતા તમામ દેશોના ટોચના ખેલાડીઓ વિવિધ ટીમોમાં ભાગ લઈ શકશે.આ લીગ આગામી યુવા ક્રિકેટરોને પ્લેટફોર્મ અને એક્સપોઝર પણ પ્રદાન કરશે.અદાણી સ્પોર્ટ્સલાઇન દ્વારા વિદેશમાં આ પહેલું મોટું પગલું હશે જેના દ્વારા ભારતના ક્રિકેટ રસિકોને વિશ્વફલકના ક્રિકેટ જગત સાથે જોડાશે.
Error: Server configuration issue
Business ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved