સુનીલ ગ્રોવરને હાર્ટમાં બ્લોકેજ હતું.જેના કારણે સર્જરી કરવામાં આવી હતી.આમ સર્જરી પહેલાં સુનીલ ગ્રોવરે પુણેમાં વેબસિરીઝનું શૂટિંગ પૂરું કર્યું હતું.સુનીલ ગ્રોવરની મુંબઈની એશિયન હોસ્પિટલમાં હાર્ટસર્જરી કરવામાં આવી હતી.જેમાં ડોક્ટર્સના જણાવ્યા મુજબ સુનીલ ગ્રોવરની તબિયતમાં પણ સુધારો થઈ રહ્યો છે.આ પહેલાં 23 જાન્યુઆરીએ સુનીલ ગ્રોવર શિમલામાં વેબસિરીઝનું શૂટિંગ કરતો હતો.જ્યાથી તેઓએ એક વીડિયો શેર કર્યો હતો.જેમાં બરફ પડતો હોય છે અને ટ્રેન ચાલતી હોય છે.ઇસ.1977માં હરિયાણામાં જન્મેલા સુનીલ ગ્રોવરે પંજાબ યુનિવર્સિટીમાંથી થિયેટરમાં માસ્ટર ડિગ્રી લીધી છે.સુનીલે આરતી સાથે લગ્ન કર્યા છે અને તેમને એક દીકરો મોહન છે.સુનીલ ગ્રોવરના કરિયરની વાત કરવામાં આવે તો તેણે સ્વર્ગીય કોમેડિયન જસપાલ ભટ્ટી સાથે ‘ફૂલ ટેન્શન’માં કામ કર્યું હતું.ત્યારબાદ સુનીલ વિવિધ શોમાં જોવા મળ્યો હતો.સુનીલ ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’ના ગુત્થી તથા ‘ધ કપિલ શર્મા શો’ના ડૉ.ગુલાટીના રોલથી લોકપ્રિય થયો હતો.આ સિવાય સુનીલે ઇસ.1998માં ‘પ્યાર તો હોના હી થા’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.જેમા તેણે છેલ્લે 2019માં સલમાન ખાન સાથે ફિલ્મ ‘ભારત’માં જોવા મળ્યો હતો.સુનીલે વેબસિરીઝ ‘તાંડવ’ તથા ‘સનફ્લાવર’માં પણ કામ કર્યું છે.ગયા વર્ષે ડિસેમ્બરમાં સલમાન ખાન ‘દબંગ ટૂર’ માટે રિયાધ ગયો હતો.જેમાં સલમાનની સાથે સુનીલ ગ્રોવર,મનીષ પોલ,સાઈ માંજરેકર,શિલ્પા શેટ્ટી સહિતના સેલેબ્સ હતા.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved