લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / હિંદ મહાસાગરમા ચીનની નૌકા પલટી ગઈ

ચીનની માછીમારીની નૌકા લુ પેંગ યુઆન યુ 028 હિંદ મહાસાગરમાં પલટી ગઈ છે.ત્યારે ઘટના સમયે નૌકામાં 39 લોકો સવાર હતા જેમાં 17 ચીની ક્રૂ મેમ્બર્સ,17 ઈન્ડોનેશિયન ક્રૂ મેમ્બર અને 5 ફિલિપિન ક્રૂ મેમ્બર સવાર હતા.ત્યારે સર્ચ ટીમે ઘટનાસ્થળે પહોંચીને આ અંગેની તપાસ શરૂ કરી છે પરંતુ તમામ 39 લોકો લાપતા છે. આ દરમિયાન શોધ અને બચાવના પ્રયાસો ચાલુ છે.ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ ઘટનાની જાણ થતાં મહત્વપૂર્ણ નિર્દેશ જારી કરીને ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમને તાત્કાલિક એક્ટિવ કરવાની હાકલ કરી હતી.આમ ચીનમાં સૌથી વધુ માછીમારી બોટ છે અને કેટલીકવાર તેઓ મહિનાઓ અને વર્ષો સુધી દરિયામાં માછીમારીનું કામ કરે છે.માછલીનો વ્યવસાય આ દેશની અર્થવ્યવસ્થામાં મોટી ભૂમિકા ભજવે છે.