કેવડિયાના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટની વચ્ચે પહેલી સી-પ્લેન સર્વિસ શરૂ થયા પછી -સરકાર ઘણા માર્ગો પર સી-પ્લેન શરૂ કરવા પર વિચાર કરી રહી છે.ત્યારે હવે દિલ્હી-જયપુર,દિલ્હી-ઉદયપુર,દિલ્હી-જોધપુર અને દિલ્હી-બદ્રીનાથ સહિતના અન્ય રૂટ પણ સામેલ છે.
આમ આ સર્વિસમાં આંદામાન અને નિકોબારના ઘણા દ્વીપ,લક્ષદીપ,અસમમાં ગુવાહાટી રિવરફ્રન્ટ અને ઉમરાંસો રિઝર્વેયર,યમુના રિવરફ્રન્ટ,દિલ્હીથી અયોધ્યા,ટિહરી,શ્રીનગર,ચંદીગઢ અને ઘણા અન્ય પર્યટન સ્થળ પણ સામેલ છે.આમ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને MOCAએ ઈનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી ઓફ ઈન્ડિયાથી હાઈડ્રોગ્રાફિક સર્વેક્ષણ કરવા માટે અનુરોધ કર્યો હતો તે પછી તેણે મુસાફરોની અવર-જવર માટે જેટી બનાવવામાં મદદ કરવાનો અનુરોધ કર્યો હતો.
આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબર 2020ના રોજ ભારતની પ્રથમ સી-પ્લેન સર્વિસનું ઉદ્ધાટન કર્યું હતું.આમ આ સર્વિસનું સંચાલન ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયાની પાસે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાબરમતી રિવરફ્રન્ટની વચ્ચે કરવામાં આવ્યું હતું.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved