ભારતીય ટીમના બેટસમેન શ્રેયસ અય્યરને 20 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.જે ખભાની ઈજાને કારણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમી શક્યો નહોતો.આમ મુંબઈ ક્રિકેટ એસોએ ટૂર્નામેન્ટ માટે 22 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે.જેમાં ભારતીય ઓપનિંગ બેટસમેન પૃથ્વી શોને મુંબઈ ટીમનો વાઈસ કેપ્ટન બનાવાયો છે.આમ બેટિંગ વિભાગમાં ટીમમાં ઓલરાઉન્ડર શિવમ દુબે,સૂર્યકુમાર યાદવ,યશસ્વી જયસ્વાલ,સરફરાઝ ખાન,અખિલ હરવાદકર,આદિત્ય તારે પણ સામેલ છે.જ્યારે બોલિંગ એટેકની જવાબદારી ધવલ કુલકર્ણી સંભાળશે જેમાં તુષાર દેશપાંડે અને આકાશ પારકર તથા સ્પિનર શમ્સ મુલાણી અને અથર્વ આંકોલેકર સામેલ છે.ત્યારે મુંબઈએ ભારતીય ઓફ સ્પિનર રમેશ પોવારને ટૂર્નામેન્ટ માટે પોતાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યો હતો.મુંબઈને એલિટ ગ્રુપ ‘ડી’માં દિલ્હી,મહારાષ્ટ્ર,હિમાચલ પ્રદેશ,રાજસ્થાન,પોંડીચેરી સાથે રાખવામાં આવ્યું છે.આમ મુંબઈ ટીમ પોતાની તમામ મેચ જયપુરમાં રમશે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2024 Gujju Top., All Rights Reserved