ગુજરાતના જામનગરમાં વિશ્વના પ્રથમ ડબલ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશનલ મેડિસિનની સ્થાપના કરવામાં આવશે.આ સેન્ટર માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત દવાઓ માટે આ પ્રથમ અને એકમાત્ર ગ્લોબલ સેન્ટર હશે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સેન્ટરને મંજૂરી આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.જે સેન્ટરની સ્થાપના આયુષ મંત્રાલય હેઠળ થશે.જામનગરમાં સ્થાપનારૂ આ સેન્ટર સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન આપવા માટે પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરૂં પાડશે.તેમજ પરંપરાગત દવાઓની ગુણવત્તા,સલામતી અને અસરકારકતા,સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવામાં ઉપયોગી થશે.આમ વડાપ્રધાને આ અગાઉ નવેમ્બર 2020માં જામનગરમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદને ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરલ ઈમ્પોર્ટન્સ તરીકે જાહેર કર્યું છે.