યુઝવેન્દ્ર ચહલે 4 જ્યારે સુંદરે 3 વિકેટ ઝડપી તે પછી રોહિત શર્માએ 60 રનની કપ્તાની પારી રમતા ભારતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી શ્રેણીની પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટથી પરાજય આપ્યો હતો.જેમાં ભારતીય સ્પિનરો સામે વિન્ડિઝનો ધબડકો થયો હતો અને તેઓ 176 રનમાં આઉટ થઈ ગયા હતા. તેના જવાબમાં ભારતે 28 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 178 રન નોંધાવતા વિજય મેળવ્યો હતો.ભારતે આ સાથે અમદાવાદમાં વિન્ડિઝ સામે 20 વર્ષ બાદ વન ડે જીતવામાં સફળતા મેળવી હતી.આમ છેલ્લે વર્ષ 2002માં અમદાવાદમાં રમાયેલી વન ડેમાં ભારતે વિન્ડિઝને 5 વિકેટથી હરાવ્યું હતુ.જે મેચમાં ભારતીય સ્પિનર ચહલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.આ સાથે ભારતે ત્રણ વન ડેની શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી.ત્યારે આગામી બીજી વન ડે 9મી ફેબુ્આરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ રમાશે.જેમાં કોરોનાના કારણે બીસીસીઆઇએ ભારત-વિન્ડિઝની તમામ વન ડે અમદાવાદમાં પ્રેક્ષકો વિનાના ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય લીધો છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved