લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / લતા મંગેશકરના પાર્થિવ શરીરની પ્રભુકુંજ થી શિવાજી પાર્ક સુધીની અંતિમ સવારી નીકળી

લતા મંગેશકર પોતાની અંતિમ સફર માટે નીકળી ગયા છે.તેમના પાર્થિવ શરીરને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે પ્રભુકુંજ થી શિવાજી પાર્ક ખાતે લઈ જવામાં આવી રહ્યો છે.તેમને અંતિમ વિદાય આપવા માટે તેમના ચાહકોની ભીડ ઉમટી પડી છે અને સૌ કોઈ તેમના વહાલા લતા દીદીના અંતિમ દર્શન કરવા માગે છે.આ ભીડ પર કાબૂ મેળવવા માટે પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.જેમાં લોકો પોતાના હાથમાં લતા દીદીના પોસ્ટર્સ લઈને ઉભા છે અને ટોળા દ્વારા કોઈ અગવડ ઉભી ન થાય તે માટે પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. લતા મંગેશકરના પાર્થિવ શરીરને ટ્રકમાં રાખવામાં આવ્યો છે અને તેમના બહેન આશા ભોસલે અને પરિવારના અન્ય સદસ્યો પણ વાનમાં છે.લતા મંગેશકરના પાર્થિવ શરીરને તિરંગામાં લપેટીને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની અંતિમ શાહી સવારી કાઢવામાં આવી છે.શિવાજી પાર્ક ખાતે લતા મંગેશકરના પાર્થિવ સંસ્કારના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.આમ અંતિમ સફર માટે એક ટ્રકને ફૂલો વડે સજાવવામાં આવી છે અને તેના પર લતા મંગેશકરનો એક ફોટો રાખવામાં આવ્યો છે.આમ સાંજે 6:00 કલાકે શિવાજી પાર્ક ખાતે તેમની અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે.મુંબઈના શિવાજી પાર્ક ખાતે લતા મંગેશકરના અંતિમ સંસ્કાર માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને સૂર્યાસ્ત પહેલા જ તેમનો દેહ પંચમહાભૂતમાં વિલિન થઈ જશે.