લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અભિનેત્રી જેકવેલિન ફર્નાન્ડિસ હોરર થ્રિલર ફિલ્મમાં જોવા મળશે

બોલીવુડ અભિનેત્રી જેકવેલિન ફર્નાન્ડિસે એક હોરર થ્રિલર ફિલ્મ સાઇન કરી છે. ફિલ્મ થલાઇવીના દિગ્દર્શક એ.એલ વિજય સાથે જેકલિને એક ફિલ્મ સાઇન કરી છે.જેનું શૂટિંગ માર્ચ મહિનામાં શરૂ કરવાની યોજના છે.આ ફિલ્મમાંનો રોલ જેકલિને અત્યારસુધીની તેની કારકિર્દીમાં કર્યો નથી.જેકલિને પોતાના પાત્રની તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે.આ ફિલ્મનું શૂટિંગ એક જ શેડયુલમાં પૂર્ણ કરવાનું છે.આમ આગામી બે મહિનાની અંદર આ ફિલ્મનું શૂટિંગ આટોપી લેવામાં આવશે. સૂટિંગ માર્ચ મહિનામાં શરૂ થશે અને એપ્રિલ સુધી પુરુ કરવાની યોજના છે.આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં કરવામાં આવશે.જેકવેલિન અક્ષયકુમાર સાથેની ફિલ્મ બચ્ચન પાંડેના પ્રમોશન માટે પણ તૈયાર છે.આ વર્ષના હોળીના તહેવારે આ ફિલ્મની રિલીઝની યોજના છે.આ ફિલ્મમાં જેકલિન અને અક્ષય સાથે ક્રિતી સેનોન પણ જોવા મળવાની છે.