લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / મીઠાનો સત્યાગ્રહ વિષય અંતર્ગત રાજ્યકક્ષાની ઓનલાઇન ચિત્રકલા સ્પર્ધા યોજાશે

ગુજરાત રાજ્યની લલિતકલા અકાદમીની કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી સંદર્ભે મીઠાનો સત્યાગ્રહ વિષય પર ઓનલાઈન ચિત્રસ્પર્ધા યોજવામાં આવશે.જેમાં ગુજરાતના વતની એવા 18 થી 35 વર્ષની ઉંમરના કલાકારો ભાગ લઈ શકશે.જેમાં સ્પર્ધકે મીઠાનો સત્યાગ્રહવિષય પર પોતાની કૃત્તિ તૈયાર કરી આ કચેરી દ્વારા નિયત કરવામાં આવેલ ફોર્મમાં જરૂરી વિગતો ભરીને તા.14 ફેબ્રુઆરી-2022ને બપોરે 12:૦૦ કલાક થી તા.18 ફેબ્રુઆરી 2022ને સાંજે ૦6.૦૦ કલાક સુધીમાં જે.પી.જી ફોર્મેટમાં ઈ-મેઈલ એડ્રેસ gslka.satyagrah@gmail.com પર ફોર્મ તથા કૃત્તિ મોકલવાની રહેશે.જેમાં ભાગ લેનાર સ્પર્ધક મહત્તમ એક કૃત્તિ રજૂ કરી શકશે.જેમાં સંસ્થાને મળેલી કૃત્તિઓનું ગૌરવ પુરસ્કૃત તથા નામાંકીત કલાકારો પાસે જજીંગ કરાવીને તેમાંથી 3 વિજેતા કલાકારોની પસંદગી કરવામાં આવશે.જે પૈકી પ્રથમ વિજેતાને રૂ.10,૦૦૦/-, દ્વિતીય વિજેતાને રૂ. 7,૦૦૦/- તથા તૃતિય વિજેતાને રૂ. 5,૦૦૦/- એમ ત્રણ ઈનામો આપવામાં આવશે.આ સ્પર્ધાના નિયમો તથા સ્પર્ધાનું ફોર્મ gslka.satyagrah@gmail.com એડ્રેસ પર ઈ-મેઈલ કરીને મેળવી શકાશે.