રાજસ્થાનના જયપુર-દિલ્હી બાયપાસ પર સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે.આ દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે બીસીસીઆઇ પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ પણ વર્ચ્યુઅલ રીતે હાજરી આપી હતી.આ પહેલાં આર.સી.એના અધિકારીઓઓ સવારે ભૂમિપૂજન કર્યુ હતુ.જેમાં 280 કરોડના ખર્ચે બપોરે 12 વાગ્યાથી સ્ટેડિયમ પ્રથમ તબક્કાના બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવી છે.આમ અઢીથી ત્રણ વર્ષમાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમના પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું છે.આ દેશનું બીજું અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટેડિયમ હશે.જેમાં 75 હજાર દર્શકોની બેઠક ક્ષમતા વિકસાવવામાં આવશે.સ્ટેડિયમનું નિર્માણ 2 તબક્કામાં કરવામાં આવશે.આ સ્ટેડિયમમાં 11 ક્રિકેટ પીચ,2 પ્રેક્ટિસ ગ્રાઉન્ડ,એક ક્રિકેટ એકેડમી ઉપરાંત હોસ્ટેલ,પાર્કિંગ,સ્પોર્ટ્સ ક્લબ,હોટેલ અને જિમ વગેરે જેવી સુવિધાઓ હશે,જે આંતરરાષ્ટ્રીય કક્ષાની હશે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved