લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / વિક્કી કૌશલની આવનારી ફિલ્મ રાજકુમાર હીરાણી સાથે હશે

રાજકુમાર હીરાણીની ફિલ્મમાં શાહરૂખ ખાન કામ કરી રહ્યો છે.આ ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકેનો રોલ તાપસી પન્નુને ફાળવવામાં આવ્યો છે.આ ફિલ્મને લઇને અપડેટ છે કે હીરાણીએ આ ફિલ્મમાં વિક્કી કૌશલને પણ સાઇન કર્યો છે.રાજકુમાર હીરાણી અને વિક્કી કૌશલે આ પહેલા ફિલ્મ સંજુમાં કામ કર્યું છે.વિક્કી કૌશલ સાથે રાજકુમાર હીરાણી શૂટિંગની તારીખ અંગે વાતચીત કરી રહ્યા છે.જેમાં ફિલ્મને લગતી તમામ ચીજો ફાઇનલ થઇ જાય પછી આ ફિલ્મની સત્તાવાર ઘોષણા કરશે.હીરાણીની આ ફિલ્મ એક સોશયલ કોમેડી ફિલ્મ હશે.જેના માટે રાજકુમાર હીરાણી શાહરૂખ સાથે આગામી 8 થી 9 મહિના શૂટિંગ કરવાના છે.હીરાણીએ વિક્કી કૌશલને એક સાઇડ રોલ માટે ફાઇનલ કર્યો છે.જેમાં તેમણે મુન્નાભાઇ એમબીબીએસમાં પણ આ રીતે સાઇડ કલાકારોને કાસ્ટ કર્યા હતા.