કોરોના મહામારીમાં ટોચના સ્ટારની ફિલ્મોએ નુકસાની વેઠી છે.જેના પરિણામે ફિલ્મ નિર્માતાઓ દરેક કલાકારોને તેમના મહેનતાણામાં ઘટાડો કરવાનું કહી રહ્યા છે.જેથી ફિલ્મના નિર્માતાને બહુ ખોટ સહન કરવી પડે નહી.ત્યારે જોન અબ્રાહમને પણ વર્તમાનમાં એક હિટ ફિલ્મની જરૂર છે.ત્યારે તેમણે પોતાની ફી ઘટાડીને ફિલ્મ નિર્માતાઓનો ભરોસો જીતવાનો પ્રયાસ કરી રહ્યો છે.જોન અબ્રાહમે દિગ્દર્શક સાજિદ નળિયાદવાળાની ફિલ્મ સાથે કરાર કર્યો છે.જેમાં ફિલ્મના નિર્માતા ઇચ્છતા હતા કે જોન આ ફિલ્મને ફક્ત રૂ.15 કરોડમાં સાઇન કરે અને અંતે આ ફિલ્મની ડીલ રૂ.18 કરોડમાં ફાઇનલ થઇ છે.આમ કોરોના વાયરસ મહામારી દરમિયાન મનોરંજનની દુનિયાને મોટો આર્થિક ફટકો પડયો છે. આ સમયમાં જોનની મુંબઇ સાગા અને સત્યમેવ જયતે ટુ રિલીઝ થઇ હતી,જે સારો વ્યવસાય કરી શકી નહોતી. આ ફિલ્મોને થયેલી આર્થિક ખોટની અસર જોન અબ્રાહમની આવનારી ફિલ્મો પર પણ પડી રહેલી જોવા મળે છે.
Entertainment ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved