લિંક કોપી થઇ ગઈ છે..
Home / International / બોરિસ જોન્સનના પાંચમા સહાયકના રાજીનામાથી ખળભળાટ મચ્યો

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને પાંચમાં સહાયકે પાર્ટીગેટ કૌભાંડના પગલે રાજીનામુ આપી દીધું છે.આમ આ કૌભાંડના પગલે પોતાની નબળી બનેલી સ્થિતિને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરી રહેલા વડાપ્રધાન બોરિસ જોન્સનને વધુ એક ફટકો પડયો છે.દસ નંબર ડાઉનિંગ સ્ટ્રીટ પોલિસી યુનિટના બીજા સલાહકાર એલેના નારઝોન્સ્કી રાજીનામુ આપનારી બીજી સલાહકાર બની હતી.તે શાસક પક્ષ રૂઢિચુસ્ત પાર્ટીની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું હતું.આમ જોન્સનના સહાયકોના રાજીનામાનો દોર જારી છે.પાર્ટી ગેટ કૌભાંડમાં પક્ષની પ્રતિષ્ઠાને હાનિ પહોંચતા અડધો પક્ષ બોરિસ જોન્સનનો વિરોધી થઈ રહ્યો હોવાનું કહેવાય છે તેની નેતાગીરી અંગે સવાલ ઉઠી રહ્યા છે.જોન્સનની લાંબાસમયની પોલિસી ચીફ મુનિરા મિર્ઝા,ચીફ ઓફ સ્ટાફ ડેન રોસનફિલ્ડ,પ્રિન્સિપાલ પ્રાઇવેટ સેક્રેટરી માર્ટિન રેનોલ્ડ્સ, અને કમ્યુનિકેશન્સ જેક ડોયલે રાજીનામુ આપી ચૂક્યા છે.આ સિવાય સમગ્ર યુકે કોવિડ-19ના લોકડાઉનનો સામનો કરી રહ્યુ હતુ.