લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં એક દિવસમાં 29 અબજ ડોલરનું ધોવાણ થયું

મેટાના શેરમાં 26 ટકાનો કડાકો સર્જાતા તેના વડા માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં એક દિવસમાં 29 અબજ ડોલરનું ધોવાણ થયું હતું.તેના પગલે તેઓ ધનવાવોની યાદીમાં ભારતના મુકેશ અંબાણી તથા ગૌતમ અદાણીથી પણ પાછળ ધકેલાઈ ગયા છે.બીજીતરફ એમેઝોનના જેફ બેસેઝની સંપત્તિમાં 20 અબજ ડોલરનો વધારો થયો છે.મેટા(ફેસબૂક)ના શેરમાં એક જ દિવસમાં 26 ટકાનો કડાકો સર્જાયો હતો.કોઈપણ અમેરિકી કંપનીના શેરમાં આ સૌથી મોટો ઘટાડો હતો,જેને પગલે કંપનીના વડા ઝુકરબર્ગની વ્યક્તિગત સંપત્તિ ઘટીને 85 અબજ ડોલરની થઈ ગઈ છે.ઝુકરબર્ગ કંપનીમાં 12.8 ટકાનો શેર હિસ્સો ધરાવે છે.ઝુકરબર્ગની સંપત્તિમાં 29 અબજ ડોલરના ધોવાણને પગલે ફાર્બસના ધનવાનોની યાદીમાં તેઓ 12મા સ્થાને આવી ગયા હતા.માર્ક ઝુકરબર્ગ દ્વારા ગતવર્ષે 4.47 અબજ ડોલરના શેરોનું વેચાણ કરવામાં આવ્યું હતું.આમ એક દિવસના આ કડાકામાં કંપનીના માર્કેટ કેપમાં 200 અબજ ડોલરનું ધોવાણ થઈ ગયું હતું.વોલસ્ટ્રીટમાં કંપનીના 1012માં લિસ્ટિંગ પછીના આ સૌથી મોટો કડાકો હતો.મેટાના શેરના કડાકાની અસરે અમેરિકી શેરબજારમાં અન્ય ટેકનોલોજી કંપનીઓના શેરો પણ ગબડયા હતા.ટ્વીટર,પીનટરેસ્ટ,સ્નેપચેટ,આલ્ફાબેટ, માઈક્રોસોફટ વગેરેમાં ગાબડા પડયા હતા.