રણજી ટ્રોફીની લીગ મેચો આગામી 10મી ફેબ્રુઆરીથી શરૂ થશે.જેમાં 38 ટીમો વચ્ચે 57 મેચો રમાશે.આમ કોરોના મહામારીના કારણે બીસીસીઆઇએ આ વર્ષે રણજી ટ્રોફીને બે તબક્કામાં યોજવાનો નિર્ણય લીધો છે.જેમાં પ્રથમ તબક્કામાં રમાનારી લીગ મેચો 15મી માર્ચ સુધી યોજાશે,જ્યારે બીજા તબક્કામાં નોકઆઉટ મેચો યોજાશે.જે આઇપીએલ બાદ ૩૦મી મે થી 26મી જુન દરમિયાન આયોજીત થશે.જેમાં ટીમોને નવ ગૂ્પમાં વહેંચવામાં આવી છે,જેમાં આઠ એલિટ અને એક પ્લેટ ગ્રૂપ છે.પ્રત્યેક એલિટ ગ્રૂપમાં ચાર ટીમો છે.જ્યારે પ્લેટ ગ્રૂપમાં છ ટીમોનો સમાવેશ થાય છે.એલિટ ગૂ્પમાં તમામ ટીમો એકબીજા સામે રમશે,જેના કારણે એક ટીમને ત્રણ મેચ રમવાની થશે.પ્લેટ ગૂ્પમાં એક ટીમને ત્રણ જ મેચ રમવા મળશે.એલિટ ગ્રૂપમાં સાત ટીમો તો સીધી જ ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશશે.જ્યારે એલિટ ગૂ્પમાં ટોચ પર રહેનારી લો રેન્ક ટીમને પ્લેટ ગ્રૂપના ટોપર સાથે પ્રિ-ક્વાર્ટર મેચ રમવી પડશે તેમાં જે વિજેતા બનશે તેને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મળશે.પ્રિ-ક્વાર્ટર ફાઈનલ લીગ સ્ટેજ અંતર્ગત જ રમાશે.આમ એલીટ ગૂ્પની મેચો અમદાવાદ,રાજકોટ,કટક,ચેન્નાઈ,ત્રિવેન્દ્રમ,દિલ્હી,હરિયાણા અને ગુવાહાટીમાં રમાશે,જ્યારે પ્લેટ ગૂ્પની મેચો કોલકાતામાં આયોજીત કરવામાં આવશે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved