આવતીકાલથી ચીનના બેઈજિંગ શહેરમાં વિન્ટર ઓલિમ્પિકનો પ્રારંભ થશે.બરફના રેસિંગ ટ્રેક અને મેદાનો પર રમાતી રમતોના મહાકુંભને વિન્ટર ઓલિમ્પિક તરીકે ઓળખવામાં આવશે.જેમાં વિશ્વના 91 દેશોના 2800થી વધુ ખેલાડીઓ ભાગ લેવાના છે.જેમાં ભારત ઉપરાંત અમેરિકા,બ્રિટન,ઓસ્ટ્રેલિયા સહિતના ઘણા દેશોએ બેઇજિંગ ઓલિમ્પિકનો રાજકીય બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.જેના કારણે આ દેશોના રાજદ્વારી તેમજ અન્ય ઓફિશિઅલ્સ ઓલિમ્પિકના કોઈ કાર્યક્રમમાં ભાગ નહીં લે.તા. 20મી ફેબુ્આરી સુધી ચાલનારા વિન્ટર ઓલિમ્પિકમાં ભારતનો એકમાત્ર ખેલાડી આરિફખાન ક્વોલિફાય થયો છે.જેમાં તે બે અલગ-અલગ ઈવેન્ટમાં ભાગ લેશે.વિન્ટર ઓલિમ્પિકના આયોજન માટે ચીને જુદા-જુદા 26 સ્થળોને તૈયાર કર્યા છે.જેમાં પ્રેક્ટિસ માટેના સ્થળોનો પણ સમાવેશ થાય છે.કોરોનાના કારણે ખેલાડીઓને માત્ર બાયોસિક્યોર બબલમાં જ રાખવામાં આવશે.આ ઉપરાંત લગભગ તમામ ઈવેન્ટમાં જાહેર જનતાના ભાગ લેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Sports ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved