ગ્રીનલેન્ડની બરફની વિશાળ ચાદર છેલ્લા 20 વર્ષમાં સમગ્ર અમેરિકાને અડધા મીટર પાણીમાં ડૂબાડી દે એટલી પીગળી ગઈ છે.ત્યારે નાસાના જણાવ્યાનુસાર આર્કટિકમાં આબોહવા પૃથ્વી પર બીજે ક્યાંય કરતાં વધુ ઝડપથી ગરમ થઈ રહી છે અને ગ્રીનલેન્ડમાં પીગળતો બરફ પૃથ્વીના મહાસાગરોની સપાટી ઊંચી આવવાનું મુખ્ય પરિબળ છે.ઇસ.2002થી સમુદ્રની સપાટી માપવાનું શરૂ થયું.ત્યારથી ગ્રીનલેન્ડની બરફની સપાટી લગભગ 4700 ક્યુબિક કિલોમીટર જેટલો બરફ ગુમાવી રહી છે.આ પોર્ટલ સાથે ઘણી ડેનિશ આર્કિટિક સંશોધન સંસ્થા પણ જોડાયેલી છે.બરફ પીગળવાથી જેટલું પાણી ઉત્પન્ન થયું છે તે અમેરિકાને અડધા મીટર પાણીમાં ડૂબાડવા પૂરતું છે અને તેને કારણે સમુદ્રની સપાટીમાં 1.2 સેમીનો વધારો થયો છે.અમેરિકા-જર્મન ગ્રેસ પ્રોગ્રામ દ્વારા લેવાયેલી ઉપગ્રહીય તસવીર પર આધારિત છે.જે દર્શાવે છે કે આર્કટિક પ્રદેશના દરિયાકાંઠાની નજીક બરફની ચાદરની ધાર પર બરફ પીગળી રહ્યો છે એ અત્યંત ગંભીર બાબત છે.આ પેરિફેરલ ઝોનમાં સ્વતંત્ર અવલોકનો પણ સૂચવે છે કે બરફ પાતળો થઈ રહ્યો છે.હિમનદીઓના મોરચા અને જમીન પર પીછેહઠ કરી રહ્યા છે અને બરફની સપાટી પરથી પીગળવાની મોટી માત્રા છે એમ જણાવ્યું છે.
International ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved