લિંક કોપી થઇ ગઈ છે..
Home / Sports / ભારત-શ્રીલંકા વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ યોજવાની વિચારણા કરાઇ

ભારત-શ્રીલંકા વચ્ચે બેંગાલુરુમાં ડે-નાઈટ ટેસ્ટ મેચ યોજવાની વિચારણા ચાલી રહી છે.જેમાં બીસીસીઆઇ બેંગાલુરુમાં ડે-નાઈટ ટેસ્ટનું આયોજન કરી શકે છે.આ ટેસ્ટ મેચ શ્રીલંકા સામેની શ્રેણીની પ્રથમ ટેસ્ટ હશે કે બીજી તે સ્પષ્ટ નથી.આમ જોતે શ્રેણીની પ્રથમ ટેસ્ટ હશે તો તે કોહલીની 100મી ટેસ્ટ પણ બની શકે છે.આમ કોરોનાના કારણે બેંગાલુરુમાં મર્યાદિત પ્રેક્ષકોને જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવે તેવી શક્યતા છે.ફેબુ્આરીના અંતિમ સપ્તાહમાં શ્રીલંકાની ટીમ ભારત પ્રવાસે આવશે.ભારત-શ્રીલંકા વચ્ચેની શ્રેણીની શરૂઆત ટી-20થી કરશે.જેમાં શરૂઆતની બે ટી-20 ધરમશાલા ખાતે રમાશે.જે પછી આખરી ટી-20 અને પ્રથમ ટેસ્ટ મોહાલીમાં રમાશે. જ્યારે આખરી ટેસ્ટ બેંગાલુરુમાં યોજાય તેવી શક્યતા છે.