લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / મહારાષ્ટ્ર બોર્ડની પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યા ચારગણી વધશે

કોરોના પ્રકોપને કારણે ધો.10-12ની પરીક્ષા સમયે પરીક્ષા કેન્દ્રો પર ભીડ ટાળવા માટે પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં ચારગણો વધારો કરવાનો બોર્ડે નિર્ણય લીધો છે.જેના અનુસાર સ્ટેટ બોર્ડ દ્વારા અત્યારે ધો.10 અને 12ના મળી 8300 પરીક્ષા કેન્દ્રો છે,જે હવે 31,000 સુધી જઈ શકે છે.વિદ્યાર્થીઓની સીટીંગ અરેન્જમેન્ટ પણ ઝીગઝેગ પદ્દતિ મુજબ થશે.ત્યારે કેટલીક સ્કૂલો અને જૂનિયર કોલેજોમાં વિદ્યાર્થી સંખ્યા વધુ હોવાથી ત્યાં બધા વિદ્યાર્થીઓને સમાવિષ્ટ નહિ કરી શકાય તો નજીકના પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીને પરીક્ષા આપવા જવું પડી શકે છે.