મુંબઇમાં કોરોનાની ત્રીજી લહેર ઓસરી ગઇ હોવાથી મુંબઇમાં પાલિકાએ રાતે 11 થી સવારે 5 વાગ્યા સુધી મૂકાયેલો કર્ફ્યુ હટાવી લેવાયો છે.આ સિવાય રાજ્ય સરકારે હટાવેલા પ્રતિબંધો હટાવતા આદેશને મુજબ મુંબઇની મહાનગરપાલિકાએ અનુસર્યા છે.જેના અંતર્ગત સમુદ્રકિનારો, ગાર્ડન, પાર્ક, પર્યટનના સ્થળો નિયમિત રીતે શરૂ રહેશે. જ્યારે લગ્ન સમારંભમાં 200 વ્યક્તિની હાજરીની પરવાનગી,સાપ્તાહિક બજાર શરૂ કરવાની પરવાનગી આપી છે.આ સિવાય ભજન,સ્થાનિક કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોને 50 ટકાની ક્ષમતા સાથે પરવાનગી અપાઈ.જેમાં શહેરના રાષ્ટ્રીય ઉદ્યાન અને સફારી અગાઉના સમય અનુસાર શરૂ કરવાની પરવાનગી,સ્વિમિંગ પુલ,વોટર પાર્ક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો 50 ટકાની ક્ષમતાથી પરવાનગી આપવામાં આવી છે.રમતગમતની સ્પર્ધા તેમજ અન્ય સ્પર્ધા માટે 25 ટકા પ્રેક્ષકોની ઉપસ્થિત રહેવાની પરવાનગી આપી છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved