દેશમાં 12 વર્ષ કે તેથી ઉપરના કિશોરો માટેની ઝાયડસની ઝાયકોવ-ડી વેકસીનની સપ્લાય સરકારને કરી દેવામાં આવી છે.જે ટુંકસમયમાં આ વેકસીન 12 થી 18 વર્ષના કિશોરોને આપવાનું શરૂ થઈ જશે.આ ઉપરાંત ઝાયડસ કેડીલા કંપની ટુંકસમયમાં આ વેકસીન બજારમાં પણ ઉપલબ્ધ બનાવશે.જેની કિંમત રૂા.265 હશે અને રૂા.93 પ્રતિ ડોઝ તેની સાથે આવતા એપ્લીકેટરની અલગ કિંમત ચૂકવવાની રહેશે.ઝાયકોવ-ડી અમદાવાદ ખાતે ઉત્પાદીત કરાય છે અને તે સીપ્લા મેડીસીન લીમીટેડ સાથે સહયોગ કરીને બનાવવામાં આવી છે.આ ઉપરાંત કંપનીએ કોરીયાની કંપની સાથે પણ કરાર કર્યા હતા.ભારતીય ડ્રગ કંટ્રોલ ઓથોરીટીએ તા.30 ઓગષ્ટના રોજ આ વેકસીનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપવામાં આવી હતી અને તે દેશની પ્રથમ નિડલ ફ્રી વેકસીન બની છે.વર્તમાનમાં ભારત સરકારને તેના 1 કરોડ ડોઝ આપવાનો જે ઓર્ડર મળ્યો છે તે પુરો કરશે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved