લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / બોલિવૂડ અભિનેતા અમિતાભ દયાલનું હાર્ટઅટેકને કારણે અવસાન થયું

બોલિવૂડ અભિનેતા અમિતાભ દયાલનું હાર્ટઅટેકને કારણે અવસાન થયું છે.જેઓ છેલ્લાં 13 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતા.ત્યારે સારવાર દરમિયાન 2 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારે સાડા ચાર વાગે અંતિમ શ્વાસ લીધા હતા.અમિતાભે ‘કગારઃલાઇફ ઓન ધ એજ’,’રંગદારી’,ધુઆં’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.અમિતાભ દયાલે બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન તથા સ્વ.ઓમપુરી સાથે પણ કામ કર્યું છે.જેઓના વર્ષ 2000માં મરાઠી ડિરેક્ટર મૃણાલિન્ની પાટિલ સાથે લગ્ન કર્યાં હતાં.જેઓની દીકરી અમૃતા છે.અમિતાભ દયાલ મૂળ છત્તીસગઢના બિલાસપુરના છે.