લિંક કોપી થઇ ગઈ છે..
Home / ગુજરાત / અંબાજી મંદિર ખુલતાં પ્રથમ દિવસે 1500 ટોકન લઈ માઈભક્તોએ માં અંબાના દર્શન કર્યા

કોરોનાની મહામારીમાં અંબાજી ખાતે માં અંબેના દર્શન 15 દિવસ બંધ રહ્યા હતા.ત્યારે વિશ્વભરમાં વસતા માઇભકતો મા અંબેના દર્શનથી વંચિત રહી ન જાય તે માટે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તથા વહીવટીતંત્ર દ્વારા ઓનલાઇન દર્શનની સુવિધા ઉભી કરવામાં આવી હતી. જેમાં 32 લાખ ભક્તોએ અંબાજી માતાના લાઈવ પ્રસારણના માધ્યમથી દર્શનનો લાભ લીધો હતો.જગતજનની માં અંબાના ધામ અંબાજી મંદિરમાં મંગળવારથી અગાઉથી બુકીંગ કરાવીને ટોકન લઈ દર્શન માટેની વ્યવસ્થાનો આરંભ કરવામાં આવ્યો હતો.જેમાં પ્રથમ દિવસે 1500 માઇભક્તોએ મા અંબાના દર્શન કર્યા હતા.જેમા ટોકનની ઓનલાઇન રજીસ્ટ્રેશનની વ્યવસ્થા સરળ હોવાનું ભક્તોએ જણાવ્યું હતું.આમ રજિસ્ટ્રેશન ફરજિયાત હોવાથી કેટલાકે અંબાજી પહોંચીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.માઇભકતો ઘરેબેઠા ડિજિટલ દર્શન કરી ધન્યતા અનુભવી હતી જેના જીવંત પ્રસારણની સેવા જય જલીયાણ સેવા ફાઉન્ડેશન દ્વારા પુરી પાડવામાં આવી હતી.