ગુજરાતના ખેડૂતો માટે પાકની આકારણી અને જમીન રેકોર્ડના ડિજીટાઇઝેશનમાં કિસાન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ સૌપ્રથમ ગુજરાત રાજ્ય કરશે તેવું રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું છે.આ સિવાય તેમણે કહ્યુ હતું કે કેન્દ્ર સરકારે જે બજેટ રજૂ કર્યું છે તેમાં રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતીને વેગ આપવાનો જે નિર્ધાર કરવામાં આવ્યો છે તેને ગુજરાત સફળતાપૂર્વક પાર પાડશે.આમ કેન્દ્રીય નાણામંત્રીએ રજૂ કરેલા વર્ષ 2022-23ના બજેટને આવકારતાં મુખ્યંત્રીએ કહ્યુ હતું કે બાજરો,જુવાર જેવા ધાન્યોના મૂલ્યવર્ધન માટે સહાયની બાબતથી રાજ્યના આદિજાતિ પટ્ટાના ખેડૂતોને લાભ થશે,બજેટમાં બેટરી સ્વેપિંગ પોલિસી અંતર્ગત શહેરી વિસ્તારમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં ઇલેક્ટ્રિક લ્હિકલને પ્રોત્સાહન મળશે.કોરોના મહામારી દરમ્યાન દેશના નાગરિકોને ફ્રી-વેક્સિન,જરૂરતમંદોને ફ્રી-રેશન,હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વૃદ્ધિ જેવા આરોગ્ય વિષયક અનેક પગલાઓનો લાભ આપવા છતાં કેન્દ્ર સરકારે આ બજેટ જનતા પર વધારાના એક પણ રૂપિયાના કરબોજ વગરનું રાખ્યું છે.આમ આ મહામારીમાંથી સમગ્ર્ર અર્થતંત્ર ઝડપથી બેઠું થાય તે માટે યુવાઓ,મહિલાઓ,ખેડૂતવર્ગો,વિદ્યાર્થીઓ,ધંધા-રોજગારકારો,એસ.સી,એસ.ટી,ગરીબ,ગ્રામિણ સૌના સર્વગ્રાહી વિકાસ અને ઉત્થાનની પ્રતિબદ્ધતાવાળા બજેટ માટે મુખ્યમંત્રીએ વડાપ્રધાન અને નાણામંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved