લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / માનસિક સ્વાસ્થ્યથી પિડાતા લોકો માટે નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ શરૂ કરાશે

બજેટમાં નાણામંત્રીએ નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે.જેમાં તેમણે કહ્યુ હતુ કે કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય ટેલી માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.કોરાનાની મહામારીએ તમામ વયના લોકોમાં માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ વધારી દીધી છે.તેવા સમયે આવા લોકોનુ યોગ્ય રીતે કાઉન્સિલિંગ કરી શકાય અને તેમની દેખરેખ રાખી શકાય તે માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.આ કાર્યક્રમ હેઠળ માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ સામે ઝઝૂમતા લોકોને દિવસના 24 કલાક કાઉન્સિલિંગ સહિતની સુવિધાઓ આપવામાં આવશે અને હજીપણ દેશમાં જે લોકો આ પ્રકારની સેવાઓથી વંચિત છે તેમને ફાયદો થશે.