લિંક કોપી થઇ ગઈ છે..
Home / Entertainment / અક્ષયકુમાર સાઉથની ફિલ્મની હિંદી રીમેકમાં કામ કરશે

તમિલની બ્લોક બસ્ટર ફિલ્મ સોરારી પોત્રુની હિંદી રીમેકની તૈયારી થઇ રહી છે.જે ફિલ્મના મુખ્ય રોલ માટે હૃતિક રોશન અને જોન અબ્રાહમ તેમજ અક્ષયકુમારના નામ ચર્ચામાં હતા.જેમાંથી અક્ષયકુમારે આ ફિલ્મ મેળવી છે.પરંતુ અભિનેતાએ હજી ફિલ્મના કરાર સાઇન કર્યા નથી.છેલ્લા એક વર્ષથી અક્ષય સાથે આ ફિલ્મ બાબતે ફિલ્મસર્જક વાતચીત કરી રહ્યો હતો.ફિલ્મ સુરારી પોત્રુ ફિલ્મ એર ડેકનના ફાઉન્ડર પર આધારિત છે.આ ફિલ્મ જી.આર.ગોપીનાથનની બાયોપિક છે.જેમણે સામાન્ય વ્યક્તિઓ માટે વિમાન પ્રવાસ સસ્તો બનાવ્યો હતો.આ બિઝનેસમેનના જીવનના પાના આ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવશે.આ તમિલ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર વર્ષ 2020માં રજુ કરવામાં આવી હતી.