લિંક કોપી થઇ ગઈ છે..
Home / Business / બજેટ પૂર્વે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો

મોદી સરકાર આજે વર્ષ 2022-23 માટે દેશનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહી છે.ત્યારે બજેટ પૂર્વે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક સંકેતોને પગલે આજે ભારતીય મુખ્ય સૂચકઆંકો ગેપ-અપ ખુલ્યાં હતા અને બજેટ પૂર્વે આ તેજી વધી હતી.જેમાં સવારે 10.45 કલાકે સેન્સેકસ 787 અંકોના ઉછાળા સાથે 58,801ના લેવલે જ્યારે નિફટી 50 ઈન્ડેકસ સાથે 208 અંકોના ઉછાળે 17,547ના લેવલે ટ્રેડ કરી રહી છે.જેમાં શરૂઆતી સત્રમાં ખાનગી બેંકો અને આઈટીની સાથે પરિણામોને પગલે સનફાર્મા બજારને લીડ કરી રહ્યાં છે.સેન્સેકસના 30માંથી 5 શેરમાં જ બજેટ પૂર્વે ઘટાડો જોવા મળી રહ્યો છે જે ઘટાડો સામાન્ય છે.આજે બ્રોડર માર્કેટમાં ફ્રંટલાઈન ઈન્ડેકસ કરતા ઓછી તેજી જોવા મળી રહી છે.બીએસઈ સ્મોલકેપ ઈન્ડેકસ 0.62% અને મિડકેપ ઈન્ડેકસ 0.67% વધીને કારોબાર કરી રહ્યાં છે.બીએસઈ ખાતે આજે 1877 શેર વધીને તો 1246 શેર ઘટીને કારોબાર કરી રહ્યાં છે,જ્યારે 123 શેરમાં કોઈ ફેરફાર નથી. 226 શેરમાં અપર સર્કિટ તો 279 શેરમાં લોઅર સર્કિટ છે.