લિંક કોપી થઇ ગઈ છે..
Home / રાષ્ટ્રીય / બજેટમાં દેશના નાગરિકોને ઇ-પાસપોર્ટ ઇશ્યૂ કરવાની ઘોષણા કરવામાં આવી

નાણાંપ્રધાને બજેટ પ્રવચનમાં કહ્યુ છે કે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇ-પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવશે,જેથી નાગરિકો માટે તેમના વિદેશ પ્રવાસમાં સગવડતા વધારી શકાય. જ્યારે વર્ષ 2019માં પ્રથમ વખત જાહેરાત કરવામાં આવી હતી,ત્યારે તેમાં કેટલાક પ્રસ્તાવિત ફિચર્સ હતા.આ ઈ-પાસપોર્ટ વાંચવામાં થોડીક સેકન્ડનો જ સમય લાગશે.જે પ્રોટોટાઇપનું પરીક્ષણ યુએસ સરકાર દ્વારા પસંદ કરાયેલી પ્રયોગશાળામાં કરવામાં આવ્યું હતું.તેમની પાસેથી આગળ અને પાછળના કવર વધુ જાડા હોવાની અપેક્ષા છે.જેમાં પાછળના કવરમાં નાની સિલિકોન ચિપ હોવાની અપેક્ષા છે.આ ચિપમાં 64 કિલોબાઈટની મેમરી સ્પેસ હશે.પાસપોર્ટ ધારકનો ફોટોગ્રાફ અને ફિંગરપ્રિન્ટ્સ ચિપમાં સંગ્રહિત કરવામાં આવશે ઇ-પાસપોર્ટમાં 30 વિઝિટ કે પ્રવાસ સુધીનો ડેટા સંગ્રહ કરવાની ક્ષમતા રહેશે.