કાશ્મીરમાં મોટાભાગના સ્થળોએ લઘુતમ તાપમાન ફ્રીજીંગ પોઈન્ટથી નીચે ગયું છે.ત્યારે હવામાન વિભાગે દેશમાં કેટલીક જગ્યાએ વરસાદ અથવા બરફ પડવાની આગાહી કરી છે.જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવાર રાત્રે કાશ્મીર ઘાટીમાં મોટાભાગના સ્થળોએ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો.જેમાં જમ્મુ અને કાશ્મીરની ઉનાળુ રાજધાની શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઈનસ 2.3 ડીગ્રી સેલ્સીયસ નોંધાયુ હતું.જે આગલી રાત્રે માઈનસ 7 ડીગ્રી સેલ્સીયસ નોધાયું હતું.જેમાં પણ ઉતર કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ એવા ગુલમર્ગમાં માઈનસ 7.4 ડીગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયુ હતુ,જે આગલી રાત્રે માઈનસ 2.8 ડીગ્રી સેલ્સીયસ રહ્યું હતું.આ સિવાય કાઝીગુંડમાં લઘુતમ તાપમાન માઈનસ 3.2 ડીગ્રી સેલ્સીયસ નીચે નોંધાયું હતું,જયારે કોકેરનાગ શહેરમાં માઈનસ 2.8 ડીગ્રી સેલ્સીયસ હતું.આ ઉપરાંત ઉતર કાશ્મીરના કુપવાડામાં તાપમાનનો પારો માઈનસ 2.4 ડીગ્રી સેલ્સીયસ નોંધાયો હતો.આમ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે.ત્યારપછી આગામી 2 થી 4 ફેબ્રુઆરી સુધી વરસાદ થવાની સંભાવના છે.કાશ્મીર વર્તમાનમાં 40 દિવસની તીવ્ર ઠંડીની ઝપેટમાં છે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved