ઇકોનોમિક સર્વે અનુસાર દેશનું અર્થતંત્ર કોરોનાની મહામારીની અસરોથી બહાર આવી ગયું છે.જેમાં ભારત સરકારે લીધેલા પગલા ભારતીય અર્થતંત્રમાં જોવા મળી રહેલો સુધારો દર્શાવે છે કે મહામારીની અસરો પૂર્ણ થઇ અને ઉજ્જવળ ભવિષ્ય ભારતની રાહ જોઈ રહ્યું છે.જો ક્રુડ ઓઈલના ભાવ સરેરાશ 70-75 ડોલર પ્રતિ બેરલ રહે તો વર્ષ 2022-23માં દેશનો આર્થિક વિકાસ દર 8 થી 8.5 ટકા રહેશે તેવું સર્વે જણાવે છે.જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિ 9.2 ટકા રહેવાની ધારણા છે.કેન્દ્ર સરકારની કર અને કર સિવાયની આવકમાં અત્યારે જંગી વૃદ્ધિ જોવા મળી રહી છે.આ સ્થિતિમાં કેન્દ્ર સરકારના બજેટનું કુલ કદ રૂ.39 લાખ કરોડ આસપાસ રહે અને બજેટની નાણા ખાધ ઉંચી રહે તેવી શક્યતા છે.જેના અનુસાર નાણાકીય વર્ષ 2022-23માં કેન્દ્ર સરકાર રૂ.13 લાખ કરોડ જેટલું જંગી માર્કેટ બોરોઇંગ કરશે એવી શક્યતા નકારી શકાય નહી.ગ્રાહક ભાવાંક ડિસેમ્બર મહિનામાં 5.6 ટકા હતો અને જથ્થાબંધ ભાવાંક બે આંકમાં છે પણ તે પાછલા વર્ષની અસર ઘટવાથી ઘટી જશે.વૈશ્વિક સ્તરે ઊંચા ક્રુડ ઓઈલના ભાવ તથા આયાતી ચીજોના ઊંચા ભાવના કારણે ભારતે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી એમ સર્વેમાં જણાવાયું છે.મહામારીના સમયમાં માંગ ઘટી રહી છે ત્યારે ભારત સરકારે પુરવઠો ઉભો થાય એ પ્રકારના પગલાં લીધા હતા.ભારત સરકારે ખાનગીકરણ,રેટ્રોસ્પેકટીવ ટેક્સ, મેન્યુફેક્ચરિંગને ઉત્પાદન કેન્દ્રિત સહાય જેવા પગલાં લઇ પુરવઠાને નડતરરૂપ સમસ્યા હલ કરી છે.ભારત સરકારે મૂડીરોકાણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી ભવિષ્યના વિકાસનો પાયો નાખ્યો છે.જેના કારણે ભવિષ્યના પડકારને પહોંચી વળવા દેશ વધુ સક્ષમ બન્યો છે.બજેટ 2022-23માં જે કોઈ પગલાં લેવામાં આવશે તે પરોક્ષ હશે એવા પગલાં કે જેનાથી સરકારની તિજોરી ઉપર કોઈ કરબોજ આવે નહી. સરકાર આગામી વર્ષે વધુ દેવું કરી પોતાની મૂડીરોકાણની પ્રક્રિયા ચાલુ રાખશે ઈન્ફ્રાસ્ટ્રક્ચર,હેલ્થ,શિક્ષણ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં બજેટમાંથી વધુ રકમની ફાળવણી થશે એ સિવાય બજેટમાં કેટલીક જોગવાઈઓ આવશે જેનાથી સામાન્ય જનને થોડી રાહત મળી હોય એવી છાપ ઉભી થઇ શકે.
રાષ્ટ્રીય ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved