સુરત શહેરમાં હરવા ફરવા માટે એકમાત્ર ડુમસનો દરિયો છે ત્યારે તેના વિકાસ માટેના સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને આગળ ધપાવવા પાલિકાએ પ્રયાસો શરૂ કર્યા છે.જેમા રૂ.600 કરોડના ખર્ચે દરિયા ગણેશ કિનારાના ટ્રાઈએન્ગલ વિસ્તારમાં ‘ઇકો-ટૂરિઝમ પાર્ક’ સાકાર થાય તે માટે 136 હેક્ટર પૈકી રૂ.50 કરોડની જોગવાઈ સાથે પ્રથમ ફેઝમાં 39.93 હેક્ટર જમીન પાલિકાને પ્રાપ્ત થશે.ત્યારે આ મુદ્દે ફેબ્રુઆરીમાં મુખ્યમંત્રી સાથે બેઠક મળી શકે છે.આમ સમગ્ર પ્રોજેક્ટને કુલ 4 ઝોનમાં વહેંચાશે.આ બેઠકમાં સુરતના હરવા ફરવાના એકમાત્ર ડુમસ દરિયા કિનારાનો વિકાસ કરવા માટે સી-ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ આગળ વધે અને સરકારી તથા ફોરેસ્ટની જગ્યા પાલિકાને પ્રાપ્ત થાય તથા પર્યટન વિભાગ સાથે પાલિકા સમુળગો પ્રોજેક્ટ સાકાર કરે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ગુજરાત ના અન્ય સમાચાર
Copyright © 2025 Gujju Top., All Rights Reserved